ફરિયાદ:ડીસાના વિઠોદરની સગીરાને ડેડોલનો યુવક ભગાડી ગયો

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ડીસાના વિઠોદરની સગીરાને ડેડોલનો યુવક ભગાડી જતાં ફરિયાદ નોંધાઈ હતી. ડીસા તાલુકાના વિઠોદર ગામે રહેતા અને ખેતી કામ કરતા પરિવારની 17 વર્ષીય દીકરી અવાર-નવાર ડેડોલ મુકામે રહેતા તેના માસીને મળવા માટે જતી હતી. જોકે તા.17 મે ના રોજ પિતા જમીને પરિવાર સાથે સુઇ ગયા હતા અને રાત્રે ત્રણ વાગ્યે ઉઠ્યા હતા અને નજીકમાં સુતેલી તેમની સગીર દીકરી પથારીમાં જોવા ના મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમની પત્નીને ઉઠાડી આસપાસમાં તપાસ કરતા તેનો પતો લાગ્યો ન હતો.

જો કે ખેતરમાં રોજ કાઢવા ઉભેલા તેમના કાકાના દીકરાએ કહ્યું કે મોડી રાત્રે એક ઇકો કાર તમારા ઘર તરફ આવી જતી રહી હતી. જેથી સગીરાના પિતાને શંકા અને વહેમ આવતા ડેડોલ ગામના સાજન બેચરાજી માજીરાણાને ત્યાં જઇ તપાસ કરતાં સાજન પણ તેના ઘરે હાજર મળ્યો ન હતો અને તેના પિતા બેચરાજીએ કહેલ કે મારો દીકરો તમારી દીકરીને લગ્ન કરવાને ઇરાદે ભગાડી ગયેલ છે. આની જાણ થતાં સગીરાના પિતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવાતા પોલીસે સાજન બેચરાજી માજીરાણા (રહે.ડેડોલ) વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસ ગુનો નોંધી સાજન માજીરાણાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...