જૂના નેસડા ગામ બન્યું વ્યસનમુક્ત:વ્યસનમુક્તિ માટે ગ્રામજનોએ સામુહિક સંકલ્પ લીધો; વ્યસનની ચીજવસ્તુઓ કૂવામાં ફેંકી વ્યસનને તિલાંજલિ આપી

ડીસાએક મહિનો પહેલા

ડીસ તાલુકામાં વધુ એક ગામ વ્યસનમુક્ત બન્યું છે. જૂના નેસડા ગામે ગઈકાલે રવિવારે ઐતિહાસિક વ્યસન મુક્તિ યાત્રા નીકળી હતી. જેમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં જોડાઈને ગુટકા, બીડી, દારૂ સહિત તમામ વ્યસનને તિલાંજલિ આપી હતી.

વ્યસનમુક્તિ માટેની શોભાયાત્રા નીકાળવામાં આવી
​​​​​​​ડીસા તાલુકાના જૂના નેસડા ગામે ઐતિહાસિક વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય ગણીવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાન રક્ષિત વિજયજી મહારાજ સાહેબના નેતૃત્વ હેઠળ જૂના નેસડા ગામે ગઈકાલે ઐતિહાસિક વ્યસન મુક્તિ કરી અધર્મનો નાશ કરવા અને ધર્મની રક્ષા કરવા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સવારે હનુમાન દાદાના મંદિરેથી ભવ્ય વ્યસનમુક્તિ માટેની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.

ગ્રામજનોએ વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો
​​​​​​​શોભાયાત્રામાં આખું ગામ જોડાયું હતું અને ત્યારબાદ લોકોએ વ્યસનની બધી જ ચીજ વસ્તુઓ કૂવામાં પધરાવી દીધી હતી. તેમજ ખોટા કુરિવાજોમાં વરઘોડામાં પૈસા ના ઉડાડવા, દારૂ પીવો કે વેચાણ પર પ્રતિબંધ અને અફીણ જેવા વ્યસનનો જાહેરમાં ત્યાગ કર્યો હતો. આ પ્રસંગે આજુ બાજુ અનેક ગામના આગેવાનો પણ જોડાઈને વ્યસનમુક્તિના સંકલ્પ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...