હુકમ:ડીસા સ્ટેટ બેંકના તત્કાલીન ચીફ મેનેજરને ત્રણ મહિનાની સજા

ડીસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓડિટ મુદ્દે શક રાખી ગાયત્રી મોટર્સના પ્રોપરાઇટર ઉપર હુમલો કર્યો હતો

ડીસા એસબીઆઈ મેન શાખાના તત્કાલીન ચીફ મેનેજરએ વર્ષ 2015માં ઓડિટમાં શક રાખી ગાયત્રી મોટર્સના માલિક ઉપર હુમલો કર્યો હતો. આ અંગેનો કેસ બીજી એડિશનલ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશએ તત્કાલીન મેનેજરને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂપિયા 500 નો દંડ કર્યો હતો. ડીસા સ્ટેટ બેંક મુખ્ય શાખામાં વર્ષ 2015માં ફરજ બજાવતા ચીફ મેનેજર મૂળ ભોપાલ ઇન્દ્રપુરી ભવાનીનગરના અને તે વખતે ડીસા લાયન્સલ હોલની બાજુમાં પરિમલ સોસાયટીમાં રહેતા અજયકુમાર ખેમચંદભાઈ આહિરવાલે માર્ચ માસમાં થયેલા ઓડિટમાં કેમ પરેશાન કરતો હતો.

તેમ કહી ડીસા ગાયત્રી મોટર્સના પ્રોપરાઇટર સુમેરમલ ચેતનલાલ ચૌહાણને અપ શબ્દો બોલ્યા હતા. અને છાતીમાંથી પકડી જોરથી ધક્કો મારી કારની બોડી સાથે ભટકાવ્યા હતા. જેમાં સુમેરમલભાઈ ને કપાળના ભાગે ઇજા થઈ હતી. તેમજ મેનેજરે તેમને જાનથી મારી નાખવાની પણ આપી હતી. આ અંગે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જે કેસ ડીસાની બીજી એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ રાકેશ રજનીકાંત ભટ્ટએ વકીલ નીલમબેન જાનીની દલીલો ગ્રાહય રાખી તત્કાલીન મેનેજર અજય કુમાર આહીરવાલને કલમ 248 (2) ઇ.પી.કો.ક કલમ 323 ના ગુનામાં ત્રણ માસની સાદી કેદ અને રૂપિયા 500ના દંડનો હુકમ કર્યો હતો.

એક વર્ષ અજમાયશી ધોરણે આરોપીને સુધરવાની તક
ડીસા બીજી એ.ડી.સેન્સસ કોર્ટના જજ આર.આર.ભટ્ટ દ્વારા પોતાના જાહેર કરાયેલ ચુકાદા ના પેરા નંબર (4) માં સ્પષ્ટ કર્યું હતું કે, આ કામના આરોપીને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 360 ની જોગવાઈઓ મુજબ આ હુકમ થયેથી એક વર્ષ સુધી અજમાયશી ધોરણે આરોપીને સુધરવાની તક મળે ત્યાં સુધી પ્રોબેશન નો લાભ આપવામાં આવે છે. અને આરોપીને રૂપિયા 10000 પુરાના એટલા સમયના ગાળા સુધીના સધ્ધર જામીન અને જાત મુચરકા વિદ્વાન ટ્રાયલ કોર્ટ સમક્ષ દિન -7 માં રજૂ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...