તર્ક-વિર્તક:ડીસા પાલિકા પ્રમુખ બીમારીનું કારણ બતાવી રજા પર ઉતર્યા

ડીસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપપ્રમુખ સવિતાબેન હરીયાણીએ ચાર્જ સંભાળ્યો

ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર બિમારીનું કારણ આગળ ધરી શુક્રવારથી રજા ઉપર ઉતરી ગયા છે. જેથી ઉપપ્રમુખ સવિતાબેન હરીયાણીએ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળતા અનેક તર્ક-વિર્તક થઈ રહ્યા છે. ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં ભાજપએ સત્તાના સૂત્રો સંભાળ્યા હતાં.

પરંતુ નગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના જ કેટલાક સદસ્યોમાં કયાંક-કયાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર અચાનક જ ગુરૂવાર સાંજથી રજા પર ઉતરી ગયા છે. જ્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ સવિતાબેન હરીયાણીએ શુક્રવારે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપમાં અંદરો-અંદર જ અસંતોષ જોવા મળતો હોવા અંગે શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...