ડીસામાં કોલેજ રોડ પર બાંધકામ બાબતે વિવાદ:અરજદાર યુવકે કોર્પોરેટરના ત્રાસથી આત્મવિલોપનની ચીમકી આપી

ડીસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસાના કોલેજ રોડ પર ઓસ્વાલ સમાજની વાડીની બાજુમાં ખાલી પ્લોટમાં ચાલી રહેલા કોમર્શિયલ બાંધકામ બાબતે વિવાદ શરૂ થઈ ગયો છે. જેમાં વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર દ્વારા ઓસ્વાલ સમાજના યુવક અને અરજદારને માનસિક રીતે ત્રાસ અપાતા યુવકે આ બાબતે આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ડીસામાં કોલેજ રોડ પર ઓસ્વાલ સમાજની વાડીની બાજુના માલિકીના પ્લોટમાં હાલ માલિક દ્વારા કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં આ બાંધકામ નિયમ વિરુદ્ધ થતું હોવાની રજૂઆત ઓસ્વાલ સમાજના મંડળના યુવક આશિષ શાહે કરી હતી. પરંતુ સ્થાનિક કક્ષાએથી આ બાબતે કોઈ કાર્યવાહીન થતા તેઓએ કોર્ટમાં અરજ કરી હતી અને કોર્ટે સ્ટે આપ્યો હોવાનું આશિષ શાહે જણાવ્યું હતું. જો કે તેમ છતાં હજુ સુધી બાંધકામ ચાલી રહ્યું હોવાથી અરજદાર સ્થળ પર જતા વિવાદ સર્જાયો હતો. જેમાં મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવવી પડી હતી. ઘટનાને પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો.

આ ગેરકાયદેસર બાંધકામ મામલે વોર્ડ નંબર 2 ના નગરસેવક શૈલેષ રાજગોર રસ લઈને આ ગેરકાયદેસર બાંધકામ કરાવતા હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે. કોર્પોરેટર દ્વારા તેઓને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાથી અરજદારે આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...