કોંગ્રેસની કારોબારી બેઠક:પ્રજા મોંઘવારીનો માર ખાઇ રહી છે ને સરકાર ઊજવણી કરે છે :પૂર્વ ધારાસભ્ય

ડીસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસા તાલુકાના રામસણમાંજાઈ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ

ડીસાના રામસણ ખાતે યોજાયેલી કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી. ડીસા વિધાનસભા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ, ઉત્તર ઝોન પ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રભારી ભચાભાઈ આહીર તેમજ ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશસિંહ વાઘેલા, નરસિંહભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

આ અંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ‘દેશભરમાં મોંઘવારીએ માઝા મુકી છે, મધ્યમ અને જરૂરિયાતમંદ પરીવારના ઘરોનો ચુલો સળગાવવો પણ મુશ્કેલ બન્યો છે. ત્યારે સરકાર વિકાસ ના બણગાઓ ફુંકીને ઉજવણીઓ કરવામાં આવી રહી છે. લોઢા પાંચાભાઈ હરિભાઈ (વડાવલ) ની માલધારી જિલ્લા પ્રમુખ તથા મકવાણા પરબતભાઈ સેંધાભાઈ (ઓઢવા) ની માલધારી સેલ ડીસા તાલુકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...