કામગીરી:ડીસા લવજેહાદ કેસની તપાસ ગૃહ વિભાગ દ્વારા એટીએસને સોંપાઈ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર પોલીસે માત્ર બે જ આરોપીની અટકાયત કરી
  • ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ પરિવારનો હજુ સુધી પત્તો નથી

બનાસકાંઠાના ડીસામાં હિન્દુ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેના પરિવારજનોને ધર્માંતરણ કરાવવાના મુદ્દે સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો છે.પાલનપુર પોલીસે આ કેસમાં અત્યાર સુધી માત્ર બે આરોપીઓનેજ પકડી શકી છે. હજુ ત્રણ ફરાર છે. ત્યારે ગૃહ વિભાગે હવે આ મામલે પાલનપુર પોલીસ પાસેથી તપાસ ATSને સોંપી છે. ડીસાના માલગઢ ગામના માળી પરિવારની યુવતી ને મુસ્લિમ યુવક દ્વારા ફસાવી યુવતી ની માતા અને ભાઈને ધર્માંતરણ કરાવી રૂપિયા 25 લાખની ખંડણી માંગતા તેના પિતાએ આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના મામલે સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે.જેના કારણે ત્રણ દિવસ અગાઉ માળી સમાજ તેમજ હિંદુ સંગઠનોએ સજ્જડ બંધ પાળી આક્રોશ રેલી યોજી હતી જેમાં રાજકીય નેતાઓ અને આગેવાનોએ પરિવારને પરત સોંપી દેવા માટે વિધર્મીઓને 24 કલાક નું અલ્ટીમેટમ આપ્યું હતું. પરિવાર ને પાછો મેળાવવા વિધર્મીઓએ ખંડણી માંગતા પિતાએ કરેલી આત્મહત્યા ના પ્રયાસ મામલે 5 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

જે કેસમાં પાલનપુર પોલીસ અત્યાર સુધી માત્ર બે આરોપીઓને જ પકડી શકી છે અને હજુ પણ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તેમજ ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ આ પરિવારનો પણ હજુ સુધી કોઈ જ પતો મળ્યો નથી. જેના કારણે લોકોમાં પોલીસની કામગીરી સામે પણ ભારે રોષ હતો. ત્યારે હવે ગૃહ વિભાગે પાલનપુર પોલીસ પાસેથી તપાસ એ. ટી. એસ ને સોંપી છે. એટીએસ ને તપાસ સોંપતા હવે આ કેસમાં નવા તથ્યો બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને આ મામલે ઝડપી તપાસ થાય અને કસૂરવાર લોકો ને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી હિન્દૂ સમાજના આગેવાનો ની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...