ડીસાનો ધર્મ પરિવર્તનનો મામલો:પરિવારનું ધર્મ પરિવર્તન કરાવી ખંડણી માંગવાની ફરિયાદની તપાસ પાલનપુર પોલીસ પાસેથી ATSને સોંપાઈ

ડીસા21 દિવસ પહેલા

બનાસકાંઠાના ડીસામાં હિન્દુ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેના પરિવારજનોને ધર્માંતરણ કરાવવાના મુદ્દે સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો છે. પાલનપુર પોલીસે આ કેસમાં અત્યાર સુધી માત્ર બે આરોપીઓને જ પકડી શકી છે અને હજુ ત્રણ ફરાર છે. ત્યારે ગૃહ વિભાગે હવે આ મામલે પાલનપુર પોલીસ પાસેથી તપાસ ATSને સોંપી છે.

ગૃહ વિભાગે પાલનપુર પોલીસ પાસેથી તપાસ ATSને સોંપી
ડીસાના માલગઢ ગામના માળી પરિવારની યુવતીને મુસ્લિમ યુવક દ્વારા ફસાવી યુવતીની માતા અને ભાઈને ધર્માંતરણ કરાવી રૂપિયા 25 લાખની ખંડણી માંગતા તેના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના મામલે સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. જેના કારણે ત્રણ દિવસ અગાઉ માળી સમાજ તેમજ હિંદુ સંગઠનોએ સજ્જડ બંધ પાળી આક્રોશ રેલી યોજી હતી. જેમાં રાજકીય નેતાઓ અને આગેવાનોએ પરિવારને પરત સોંપી દેવા માટે વિધર્મીઓને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ
​​​​​​​પરિવારને પાછો મેળવવા વિધર્મીઓએ ખંડણી માંગતા પિતાએ કરેલી આત્મહત્યાના પ્રયાસ મામલે 5 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. જે કેસમાં પાલનપુર પોલીસ અત્યાર સુધી માત્ર બે આરોપીઓને જ પકડી શકી છે અને હજુ પણ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તેમજ ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ આ પરિવારનો પણ હજુ સુધી કોઈ જ પતો મળ્યો નથી. જેના કારણે લોકોમાં પોલીસની કામગીરી સામે પણ ભારે રોષ હતો. ત્યારે હવે ગૃહ વિભાગે પાલનપુર પોલીસ પાસેથી તપાસ ATSને સોંપી છે. ATSને તપાસ સોંપાતાં હવે આ કેસમાં નવા તથ્યો બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ મામલે ઝડપી તપાસ થાય અને કસૂરવાર લોકોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી હિન્દૂ સમાજના આગેવાનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...