ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસ મામલે ચુકાદો આપતા આરોપીને એક વર્ષની સજા અને રૂપિયા 4.50 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલ છે અને તે ના ચૂકવે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
ગવારની ખરીદીના આપેલા રૂપિયા પરત આપવા ચેક આપ્યો હતો
ડીસા શહેરના ગાંધીચોક ખાતે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ સમકીતકુમાર મફતલાલ વારીયા તેમના સમાજના અશોકકુમાર ધુડાલાલ શાહ સાથે લાખણી માર્કેટયાર્ડ ખાતે મહાવીર ટ્રેડર્સ નામની પેઢી ધરાવે છે. અશોકકુમારને ગવારની ખરીદી કરવાની હોઇ સમકીતકુમાર વારિયાએ તેમના ખાતામાં .2 નવેમ્બર-2018 ના રોજ 4.50 લાખ રૂપિયા જમા કરાવ્યાં હતાં. જો કે બાદમાં અશોકકુમાર ગવારની ખરીદી કરેલ ના હોઈ સમકીતકુમાર વારીયાએ રૂપિયા પરત માંગતા અશોકકુમાર શાહે તા.7 ડીસેમ્બર-2019 ના રોજ બનાસકાંઠા ડિસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેન્કનો રૂપિયા 4.50 લાખનો ચેક આપ્યો હતો.
ચેક રિટર્ન કેસમાં ડીસા કોર્ટ આરોપીને સજા ફટકારી
જે ચેક ખાતામાં ભરતા પૂરતા નાણાં ભંડોળ ના હોવાને કારણે ચેક રિટર્ન થયો હતો. આથી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ડીસા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી અશોકકુમાર ધુડાલાલ શાહને કલમ 138 માં કસુરવસર ઠેરવી એક વર્ષની સાદી કેદ તેમજ ફરિયાદીને વળતર પેટે રૂપિયા 4.50 લાખ આગામી બે મહિનામાં ચૂકવી આપવા તેમજ આ રકમના ચૂકવે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.