કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ:ડીસાના વરનોડાના તળાવમાં ડૂબેલા આધેડની બીજા દિવસે લાશ મળી

ડીસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસા તાલુકાના વરનોડા ગામે મંગળવારે બપોરના સમયે એક શ્રમિક આધેડ તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.બીજા દિવસે લાશ બહાર આવી હતી.પોલીસે આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. કાંકરેજ તાલુકાના કંબોઈ ગામના અને વર્ષોથી ડીસાના વરનોડા ગામમાં ભાગ્યા તરીકે કામ કરતાં સતરસિંહ સાલસિંગ દરબાર (ઉં.વ.50) મંગળવારે બપોરે બારેક વાગ્યાના સુમારે અચાનક જ તળાવના પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં.

આ અંગેની જાણ થતાં જ ગામના સરપંચ પાંચાભાઈ દેસાઈએ તાત્કાલિક ડીસા મામલતદાર સહિત વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. બપોર બાદ ડીસા ગ્રામ્ય મામલતદાર કે.એચ.તરાલ, તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકી સહિત અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો પરંતુ બચાવ કામગીરી માટે એકમાત્ર પાલિકાના ફાયર ફાયટર સાથે એક તરવૈયાએ શોધખોળ ચાલુ કરી હતી પરંતુ કંઈ પત્તો ન લાગતાં મોડી સાંજે શોધખોળની કામગીરી બંધ કરવામાં આવી હતી. પરંતુ બુધવારે સવારે મૃતક ખેડૂતની લાશ તળાવમાં તરતી હોવાની જાણ થતાં સરપંચ પાંચાભાઈ દેસાઈ સહિત ગ્રામજનોએ લાશને બહાર કઢાવી હતી.

ડીસા પાલિકા પાસે બચાવ માટેના પુરતા સાધનો નથી
‘વરનોડા ગામે એક વ્યક્તિ તળાવમાં ડુબવાના સમાચાર મળતાં જ અમો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. બચાવ કામગીરી સ્થાનિક તરવૈયા તેમજ નગરપાલિકાના એક તરવૈયા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પરંતુ નગરપાલિકા પાસે બચાવ માટેના પુરતા સાધનોનો અભાવ જોવા મળ્યો હતો.> ડીસા ગ્રામ્ય મામલતદાર કે.એચ.તરાલ

અન્ય સમાચારો પણ છે...