નાયબ કલેક્ટરને આવેદન:ડીસામાં લઠ્ઠાકાંડ મામલે આમ આદમી પાર્ટીએ રેલી યોજી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો

ડીસા21 દિવસ પહેલા
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પરિસ્થિતિ જાળવી ન શકતા હોય તો રાજીનામું આપેઃ ડો.રમેશ પટેલ

ડીસામાં લઠ્ઠાકાંડ મામલે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગુજરાત સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સરકાર વિરોધી સૂત્રોચાર સાથે રેલી યોજી નાયબ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

કસુરવાર લોકો સામે કડક કાર્યવાહી માટે રજુઆત
બોટાદમાં લઠ્ઠાકાંડના કારણે અનેક લોકો મોતના મુખમાં ધકેલાયા છે અને હજુ પણ ઘણા લોકો અસરગ્રસ્ત હોવાથી ગંભીર હાલતમાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે ડીસામાં સાઈબાબા મંદિર પાસે સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આપ પાર્ટીના કાર્યકરોએ સાઇબાબા મંદિરથી સરકાર વિરોધી સૂત્રોચાર અને બેનરો સાથે રેલી યોજી નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં આવેદનપત્ર આપી કસુરવાર લોકો સામે કડક કાર્યવાહી માટે રજુઆત કરી હતી.

ગુજરાતમાં લઠ્ઠાકાંડ થાય તે યોગ્ય નથી: ડો.રમેશ પટેલ
આ અંગે આમ આદમી પાર્ટીના આગેવાન ડો.રમેશ પટેલે જણાવ્યું હતું કે દારૂબંધી વાળા ગુજરાતમાં લઠ્ઠાકાંડ થાય તે યોગ્ય નથી. અને જો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પરિસ્થિતિ જાળવી ન શકતા હોય તો રાજીનામું આપવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...