વ્રતનો પ્રારંભ:આજથી દસ દિવસીય દશામાના વ્રતનો પ્રારંભ,મૂર્તિઓ માટે ભીડ

ડીસા/ધાનેરા/થરાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અષાઢ વદ અમાસથી દશામાના દસ દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે. ત્યારે ડીસા શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ દશામાના મંદિર ખાતે વ્રતને લઈ 10 દિવસ દરમિયાન રાત્રિના સમયે મેળો ભરાય છે. જેમાં ડીસા શહેર ઉપરાંત ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં રોજ વ્રતધારી બહેનોની સાથે સાથે ભાઈઓ અને બાળકો પણ મેળાનો આનંદ માણે છે.

ગુરૂવારથી શરૂ થતા વ્રત માટે માતાજીની સાંઢણી તેમજ પૂજાપાઠનો સામાનની ખરીદી માટે શહેરના વિવિધ વિસ્તારમાં માતાજીની મૂર્તિઓ વેચાણ કરતી લારીઓ અને દુકાનો ઉપર બહેનોની ભીડ જોવા મળી હતી અને દસ દિવસ દરમિયાન માતાજીની પૂજા-અર્ચના કરી દસમા દિવસે માતાજીની મૂર્તિને નદી કે તળાવમાં પધરામણી કરવામાં આવશે.

આ ઉપરાંત ધાનેરા અને થરાદમાં પણ ખરીદી માટે ભીડ જામી હતી.થરાદના વેપારીઓના જણાવ્યા મુજબ અનેક મહિલાઓ માટીમાંથી પણ માતાજીની સાંઢણી બનાવે છે. જ્યારે કેટલાક તૈયાર પણ ખરીદે છે. રૂ.100 થી 2000 સુધીની દશામાંની મૂર્તિઓ બજારમાં ઉપલબ્ધ છે. પુજાપામાં પણ અગરબત્તી, ધૂપ, ચુંદડી, બાજઠ, ઘી સહિતની તમામ સામગ્રી મળી રહે છે.

શહેરમાં વિવિધ આકારવાળી દશામાની મૂર્તિઓનું રૂ.100 થી 500 સુધીમાં વેચાણ થઇ રહ્યું છે. જેમાં સાંઢણી, શંખ, શિવલીંગ, કમળ, ભેંસ ઉપર દશામૈયા બિરાજમાન હોય તેવી મૂર્તિઓની માંગ પણ જોવા મળી છે. થરાદ નગરના એકમાત્ર દશામાના મંદીરમાં પણ ગુરુવારથી માતાજીની વિશાળ માટીની સાંઢણીની સ્થાપના કરવામાં આવશે તેમજ વ્રતકથા સંભળાવવામાં આવશે તેમ પુજારી કિર્તીલાલ દવેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...