જમીન બાબતે અદાવત રાખી હુમલો:ડીસામાં તલાટીને ગાડીથી ટક્કર મારી મારવાના પ્રયાસ બાદ ટોમી વડે હુમલો; તાલુકા પોલીસે આરોપી વીરુદ્ધ વધુ તપાસ હાથ ધરી

ડીસા3 મહિનો પહેલા

ડીસા તાલુકાના ડાવસ ગામના તલાટી કમ મંત્રીને ગાડીથી ટક્કર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. જમીન બાબતે અદાવત રાખી તલાટી પર હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના મોરથલ ગોળીયા ગામે રહેતા જીતેન્દ્ર સાંખલા ડાવસ ગામે તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરે છે. તેમના પરિવારને જમીન ખેડવા બાબતે અગાઉ ભડથ ગામના ઠાકોર પરિવાર સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતે અદાવત રાખી તેમના પરિવારને કેટલાક ઠાકોર સમાજના લોકો હેરાન કરતા હતા. તે તલાટી જીતેન્દ્ર મોરથલ ગોળીયાથી ડાવસ ગામ તરફ જઈ રહ્યા હતાં. તે સમયે સોમભા ઠાકોરે ગાડીથી ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તલાટી બાઈક લઈને પડી ગયા હતા. ત્યારબાદ ગાડીમાંથી ઉતરીને સોમભાએ તલાટી પર ટોમી વડે હુમલો કર્યો હતો અને આ રસ્તા પરથી ચાલીસ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે તલાટી કમ મંત્રીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે હુમલો કરનાર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...