" હિન્દૂ દિગ્વિજય દિન":ડીસામાં સ્વામી વિવેકાનંદજી અને ભારત માતાનું પૂજન કરાયું;રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં જોડાયા

ડીસા17 દિવસ પહેલા

ડીસા નગરપાલિકા ખાતે આજે હિન્દૂ દિગ્વિજય દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદજી અને ભારત માતાનું પૂજન કરાયું હતું. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સથી યુવાનો સાથે સંવાદ કરી સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્રને જીવનમાં ઉતારવા લોકોને અનુરોધ કર્યો હતો.

ડીસા નગરપાલિકા ખાતે આજે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને ગુજરાત રાજ્ય સરકાર રમત ગમત અને સાંસ્કૃતીક વિભાગ દ્વારા હિન્દૂ દિગ્વિજય દિવસની ઉજવણી કરાઈ હતી. યુવાઓના પ્રેરણાસ્ત્રોત, યુગ પુરુષ પુજય સ્વામી વિવેકાનંદ દ્વારા 11 સપ્ટેમ્બર 1893ના દિવસે શિકાગોની અંદર ધર્મ સભાને સંબોધીત કરી હતી. અને સમગ્ર વિશ્વને એક નવી દિશા આપી હતી. આ દિવસને પ્રતિ વર્ષ" હિન્દૂ દિગ્વિજય દિન" તરીકે ઉજવામાં આવે છે. જે અંતર્ગત ડીસામાં પણ "યુવા સંવાદ કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદજી અને ભારત માતાનું પૂજન કરાયું હતું. તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા યુવાનોને વીડિયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને યુવાનોને સ્વામી વિવેકાનંદજીના પગલે ચાલવા અનુરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...