ડીસાના લોધાવાસમાં રહેતા યુવકે ઘરકંકાસથી કંટાળી ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે યુવકને ગંભીર હાલતમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ડીસાના લોધાવાસ વિસ્તારમાં રહેતો અજય લોધાના પરિવારમાં વારંવાર નજીવી બાબતે તકરાર થતા ઝઘડો થતો હતો. અવાર નવાર ઝઘડો થતો હોવાના કારણે ઘરકંકાસથી આ યુવક કંટાળી ગયો હતો. તે દરમ્યાન આજે ઘરમાં ફરીથી ઝઘડો થતા કંટાળેલા યુવકે ઘરમાં ઝેરી પ્રવાહી પી જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.
દવા પીવાના કારણે અચાનક ઉલટીઓ થતાં તેના પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં યુવકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવકને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.