2023ના નવા વર્ષની શરૂઆત થઈ છે. લોકો નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી રહ્યાં છે. પરંતુ ડીસામાં આદિવાસી સમાજનું સંગઠન એવું એકલવ્ય યુવા સંગઠન દ્વારા નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરી હતી. એકલવ્ય યુવા સંગઠન દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં યુવા મિત્રોએ બ્લડ ડોનેટ કરી નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરી હતી.
2023ના નવા વર્ષની અનોખી રીતે ઉજવણી
બનાસકાંઠા જિલ્લામાં એકલવ્ય યુવા સંગઠન દ્વારા છેલ્લા ઘણા સમયથી અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે. ત્યારે 2022નું વર્ષ પુર્ણ થયું છે. 2023ના નવા વર્ષની શરૂઆત થઈ છે. જેથી સમગ્ર દેશમાં આ 2023ના નવા વર્ષની લોકો ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે ડીસામાં આદિવાસી સમાજનું સંગઠન એવું એકલવ્ય યુવા સંગઠન દ્વારા 2023ના નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરી હતી.
ભીલ સમાજના યુવા મિત્રોના આ કાર્યને સૌ લોકોએ બિરદાવ્યું
આદિવાસી સમાજના યુવાનોએ જણાવ્યું હતું કે, લોકો ખોટા ખર્ચા કરી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. પરંતુ આ અમારું આદિવાસી ભીલ સમાજનું સંગઠન એવું એકલવ્ય યુવા સંગઠન છેલ્લા ઘણા સમયથી અનેક સેવાકીય કાર્ય કરતું આવ્યું છે. ત્યારે 2023ના નવા વર્ષની શરૂઆત થતા અમારા આદિવાસી સમાજના વીર યોદ્ધા અનેક લડત ચલાવી અનેક લોકોની સેવા તેમજ પડખે રહી રક્ષા કરી છે. તેમજ અનેક લોકોની મદદ કરી હતી. તે યાદ કરી આજે નવા વર્ષની શરૂઆતમાં લોકોની સેવા કરવાનો વિચાર આવ્યો અને બ્લડ ડોનેટનો કેમ્પ કરવાનો વિચાર આવ્યો, કારણ કે બ્લડ ડોનેટ કરવું તે એક મોટું દાન છે. અનેક લોકોને બ્લડ સમયસર ન મળવાના લીધે મૃત્યુ પામતા હોય છે. જેથી એકલવ્ય યુવા સંગઠન દ્વારા 2023ના નવા વર્ષમાં કોઈ લોકો બ્લડ વગર હેરાન ન થાય અને તેમને સમયસર બ્લડ મળી રહે તે માટે આજે બ્લડ ડોનેટનો કેમ્પ યોજાયો હતો. જેમાં આદિવાસી ભીલ સમાજના યુવા મિત્રો અને આદિવાસી સમાજની દીકરીઓએ બ્લડ ડોનેટ કરી એક અનોખું સેવાનું કાર્ય કર્યું છે. આદિવાસી ભીલ સમાજના યુવા મિત્રોના આ કાર્યને સૌ લોકોએ બિરદાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.