અકસ્માત:ડીસામાં બનાસ પુલ નજીક વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારતાં છ વર્ષના બાળકનું મોત નીપજ્યું

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડીસાના બનાસ પુલ નજીક રવિવારે સાંજે અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારતાં છ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષાનો ખુડદો બોલી ગયો હતો. - Divya Bhaskar
ડીસાના બનાસ પુલ નજીક રવિવારે સાંજે અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારતાં છ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષાનો ખુડદો બોલી ગયો હતો.
  • ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા,પોલીસે તપાસ હાથ ધરી

​​​​​​ડીસાના બનાસ પુલ નજીક રવિવારે સાંજે અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારતાં આખોલ ગામના છ વર્ષના બાળકનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. ડીસાના હાઇવે ઉપર આવેલ બનાસ પુલ નજીક રવિવારે સાંજે એક અકસ્માતનો બનાવ સર્જાયો છે. જેમાં એક રિક્ષા મુસાફરો ભરીને આવી રહી હતી તે દરમિયાન કોઇ અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી રિક્ષામાં સવાર આખોલ ગામના છ વર્ષની ઉંમરના વિરાજસિંહ રાઠોડને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

જ્યારે અન્ય ત્રણ મુસાફરોને ઈજાઓ થતાં તાત્કાલિક તેમને સારવાર માટે 108 દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે અકસ્માતમાં રિક્ષાનો ખુડદો બોલી ગયો હતો. આ બનાવની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...