પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જ્યંતી મહોત્સવ:ડીસાની સર્વોદય વિદ્યાસંકુલ ખાતે રજત જયંતી મહોત્સવ અને નામકરણ યોજાશે; ગૃહમંત્રી સહિત ઉદ્યોગપતિઓ હાજર રહેશે

ડીસા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસાના કાંટ ગામે આવતીકાલે સર્વોદય વિદ્યાસંકુલનો રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણ યોજાનાર છે. જેમાં રાજ્યના ગૃહમંત્રી સહીત અનેક ઉદ્યોગપતિ દાતાઓ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેશે. ડીસાના કાંટ ખાતે ચાલતી સર્વોદય વિદ્યાસંકુલ જે ગરીબ અને વિધવા મહિલાઓના દીકરા-દીકરીને મફતમાં અભ્યાસ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. 11 વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી સર્વોદય શાળામાં આજે 3 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે આ સંકુલને આજે પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જ્યંતી મહોત્સવ અને નામકરણ વિધિ યોજાનાર છે. જે કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગપતિ પ્રકાશ સંઘવી, નામકરણના દાતા દિનેશચંદ્ર અગ્રવાલ, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશ અનાવડીયા, સહીત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ વિદ્યાસંકુલમાં ભૂતપૂર્વ વિધાર્થીઓના સ્નેહમિલનની સાથે સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. જેને લઈ છેલ્લા એક અઠવાડિયાથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...