ગુજરાતમાં 35 વર્ષ અગાઉ કોંગ્રેસ સરકાર દ્વારા ખેતીમાં મીટર પદ્ધતિનો નિર્ણય કરતા તેના વિરોધ માટે શરૂ થયેલા આંદોલનમાં 17 જેટલા ખેડૂતો શહીદ થયા હતા. ત્યારે આજે ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા શહીદ થયેલા કિસાનોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
ગુજરાતમાં તત્કાલીન મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીની કોંગ્રેસ સરકાર દ્વારા કૃષિ વિષયક વીજ જોડાણ માટે મીટર પ્રથા લાગુ કરવાનો નિર્ણય કરાયો હતો. જે નિર્ણય સામે રાજ્યભરમાંથી કિસાનોમાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો અને સરકાર સામે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આંદોલનને કચડી નાખવા સરકારે બળ પ્રયોગ કરતા 19 માર્ચ 1987 ના દિવસે રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ કિસાનો પર દમન ગુજારી લાઠીચાર્જ, ગોળીબાર કરવામાં આવતા બે બહેનો સહિત 15 ખેડૂત ભાઈઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
જે દિવસને કિસાનો કાળો દિવસ ગણી કિસાન શહીદ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. જેને આજે 35 વર્ષ બાદ પણ સરકાર દ્વારા ગુજરેલા આ દમનને કિસાનો ભૂલ્યા નથી. ત્યારે ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા આજના દિવસે વડલી ફાર્મ ખાતે મીટર પ્રથા નાબૂદી માટે આંદોલનમાં શહીદ થયેલા કિસાનોને શ્રદ્ધા સુમન અર્પણ કરી તેઓના બલિદાનને યાદ કર્યું હતું. હવે કિસાનો અમર રહો જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.