ડીસા-પાલનપુર હાઈવે પર આવેલ હવાઈ પિલ્લર સામે બની રહેલ શોપિંગ સેન્ટર નકશા વિરૂદ્ધ બનતું હોવાની રજૂઆત ખુદ ડીસા નગરપાલિકાના ભાજપ સદસ્યએ કરતાં હલચલ મચી જવા પામી છે. ડીસા પાલિકાના જ ભાજપના સદસ્ય શૈલેષકુમાર છગનલાલ પ્રજાપતિએ હવાઈ પિલ્લર સામેના સર્વે નંબર 55 પૈકીના પ્લોટ નંબર 40 માં બની રહેલ શોપિંગ સેન્ટર નકશા વિરૂધ્ધ અને રહેણાંકની મંજૂરી મેળવી કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાની રજૂઆત નગરપાલિકાના મુખ્ય અધિકારીને કરવામાં આવી હતી.
આથી શોપિંગ સેન્ટરના બિલ્ડર કૃણાલભાઈ શાહને નોટીસ આપી બાંધકામ પરવાનગી સહિતના આધાર પુરાવા રજુ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગેસદસ્ય શૈલેષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે,તપાસ કરવા માટે મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જ્યારે નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘કૃણાલભાઈ શાહને નોટિસ ફટકારવામાં આવી છે તેમજ મંજુરી સહિતના આધાર પુરાવા માંગવામાં આવ્યાં છે. જો શરત ભંગ થયો હશે તો ગુજરાત ટાઉન પ્લાનિંગ એકટ 1976 ની કલમ 27 થી 36 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.