કોંગ્રેસની જાહેરસભા:શક્તિસિંહ ગોહિલે કહ્યું, ' હાર્દિક અને અલ્પેશએ કોંગ્રેસ છોડીને જાતે જ પગ પર કુહાડી મારી'

ડીસા3 મહિનો પહેલા

ડીસા તાલુકાના વડાવળ ગામે આજે કોંગ્રેસની જાહેરસભા યોજાઇ હતી. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતા. તેમજ હાર્દિક અને અલ્પેશએ કોંગ્રેસ છોડીને જાતે જ પગ પર કુહાડી મારી હોવાનું જણાવ્યું હતું.

કોંગ્રેસમાંથી કેટલાય લોકો મંત્રી બનવાની ઇચ્છાએ ભાજપમાં ગયા
ડીસા તાલુકાના વડાવળ ગામે કોંગ્રેસની સભા યોજાઈ હતી. જેમાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચૂંટણી સંદર્ભે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને કોંગ્રેસ છોડીને ગયેલા ધારાસભ્યોના સંદર્ભમાં જણાવ્યું હતું કે, ભાજપ સામદામ-દંડભેદથી પણ હલકી કક્ષાએ ચાલી ગઈ છે અને જુના કેસો ખોલીને લોકોને ફસાવવાના ધંધા કરે છે. સાથેજ જે લોકો કોંગ્રેસમાં હીરો હોય છે. તે ભાજપમાં જાય ત્યારે ઝીરો થઈ જાય છે. કોંગ્રેસમાંથી કેટલાય લોકો મંત્રી બનવાની ઈચ્છાએ ભાજપમાં ગયા હતા.

અલ્પેશ અને હાર્દિક પર પ્રહાર કર્યા
અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલના મુદ્દે પણ તેમણે જણાવ્યું હતું કે, આ બંને એ જાતે પગ પર કુહાડી મારી છે. આજે નહીં તો કાલે બંનેને અહેસાસ થશે કે, કોંગ્રેસ છોડીને તેમને કેટલો નુકસાન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...