બનાસડેરીની યુદ્ધના કારણે કામગીરી:ડીસામાં પશુઓને લમ્પી વાયરસથી બચાવવા અનેક પ્રયાસ; 5 દિવસમાં તાલુકાના 1 લાખ પશુઓને રસીકરણ કરાશે

ડીસા13 દિવસ પહેલા
  • અત્યાર સુધી 55 હજારથી વધુ ગાયોને રસીકરણ પુરૂ કરાયું
  • ટેટોડા ગૌશાળાની લમ્પી ગ્રસ્ત 130 ગાયો પૈકી 90 જેટલી ગાયોમાં રિકવરી
  • મચ્છરો ભગાડવા માટેનું ફોગિંગ મશીનનો ઉપયોગ

લમ્પી વાયરસથી પશુઓને બચાવવા માટે બનાસ ડેરીએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. આગામી પાંચ દિવસની અંદર ડીસા તાલુકામાં એક લાખથી વધુ પશુઓને રોગમુક્ત કરવા માટે અલગ-અલગ ટીમો રસીકરણની કામગીરીમાં લાગી ગઈ છે.

મચ્છરો ભગાડવા માટેનું ફોગિંગ મશીનનો ઉપયોગ
મચ્છરો ભગાડવા માટેનું ફોગિંગ મશીનનો ઉપયોગ

56 હજાર ગાયોનું રસીકરણ ફકત ચાર જ દિવસમાં પુર્ણ કરાયું
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસડેરી ડિસા વિભાગના ડિરેક્ટર રામજીભાઈ ગુજોર અને વેટનરી ડોક્ટર પી.બી પટેલ સહિતની ટીમે લમ્પી સ્કીન રોગ અટકાવવા માટેની કામગીરી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. તેમજ ડીસા તાલુકાની ગૌશાળાઓ અને છુટા ચરાવતા ગોવાળિયાઓના સંપર્ક કરી તેમની જરૂરિયાત અનુસારની સારવાર અને રસીકરણની કામગીરી પણ શરૂ કરી છે. બનાસડેરીએ ડીસા તાલુકાની દૂધ મંડળીઓમાં 56 હજાર ગાયોનું રસીકરણ ફકત ચાર જ દિવસમાં પુર્ણ કરેલ છે. આવતા 5 દિવસમાં તાલુકાભરમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવાની કવાયત શરૂ કરી છે. જેમાં અંદાજિત એક લાખ જેટલા પશુઓની રસીકરણ પૂર્ણ કરવામાં આવશે.

ટેટોડા ગૌશાળાની લમ્પી ગ્રસ્ત 130 ગાયો પૈકી 90 જેટલી ગાયોમાં રિકવરી
ટેટોડા ગૌશાળાની લમ્પી ગ્રસ્ત 130 ગાયો પૈકી 90 જેટલી ગાયોમાં રિકવરી

રોગચાળાને અટકાવવા આર્યુવેદિક ઉપચારનો ઉપયોગ
ટેટોડા ગૌશાળાના મહંત રામરતનજી બાપુ ટેટોડા ગૌશાળાની 5600 ગાયોની સેવા કરી રહ્યાં છે. તેમાં લંપી રોગચાળો ન આવે તે માટે આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને મચ્છરો ભગાડવા માટેનું ફોગિંગ મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે. લંપી વાયરસથી પીડિત 130 ગાયો હતી. જે પૈકી 5 ગાયો મૃત્યુ પામેલ છે અને 90 જેટલી ગાયોમાં રિકવરી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...