ડીસા તાલુકાના ભદ્રામલી શાળા ખાતે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન તથા પ્રૌદ્યોગિકી જેવા વિષયોમાં રસ પેદા થાય અને એમની પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટેના હેતુથી વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું. જેમાં છાત્રોએ પરંપરાગત અને આધુનિક વિજ્ઞાનના સમન્વય સાથેની 82 કૃત્તિઓ રજુ કરી હતી.
વિદ્યાર્થીઓએ બનાવટની સમજ સરળતાપૂર્વક રજૂ કરી
ડીસા તાલુકાના ભદ્રામલી શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો. ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ 82 કૃતિ રજૂ કરી હતી. બાળકોની આત્મખોજ, કલ્પનાશક્તિ અને વર્તમાન સમસ્યાઓના નિરાકરણ માટે વિવિધ વ્યાયામ જોવા મળ્યો હતો. તેમાં પ્રદૂષણ-પર્યાવરણ જાગૃતિ, વાયુઊર્જા-સૂર્ય ઊર્જાના પ્રકલ્પો રજૂ કર્યા હતા. સાથે ટકાઉ કૃષિ પદ્ધતિ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, ઔદ્યોગિક વિકાસ, ભવિષ્યના પરિવહન અને પ્રત્યાયન તેમજ શૈક્ષણિક રમતો-ગાણિતિક નમૂના નિર્માણ જેવા વિષયો પર બાળવૈજ્ઞાનિકોએ કૃતિઓ વિજ્ઞાન પ્રદર્શનમાં મૂકી હતી. વિદ્યાર્થીઓ તરફથી બનાવટની સમજ સરળતાપૂર્વક રજૂ કરાઈ હતી. શાળામાં વિજ્ઞાન મેળાને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.