ડીસાના સરપંચપતિની દાદાગીરી:'ચાવી આપીને જતો રે અહીંથી...' કહી તલાટીને ગાળાગાળી કરી કાઢી મૂક્યા, પંચાયત ઓફિસને તાળું મારી ચાવી લઈ ગયા

ડીસા19 દિવસ પહેલા

ડીસા તાલુકાના ઝેરડા ગામે સરપંચપતિ ગ્રામપંચાયતની ઓફિસમાં તલાટી સાથે બીભત્સ વર્તન કરી જેમ તેમ બોલ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. કામ બાબતે તલાટી સાથે અસભ્ય વર્તન કરી કાઢી મૂકી ઓફિસને તાળું મારી ચાવી પણ સરપંચપતિ લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તલાટીમંડળમાં ભારે નારાજગી જોવા મળી રહે છે. જોકે આ મામલે તલાટી અને સરપંચપતિ બંનેએ આ વીડિયો સાચો હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ કે કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નથી.

તલાટીને કાઢી મૂકી ઓફિસને તાળું માર્યું
ડીસા તાલુકાના જેરડા ગામે અત્યારે તલાટી તરીકે ગજુભાઈ ગુર્જર ફરજ બજાવી રહ્યા છે. એમાં કામ બાબતે સરપંચના પતિ અને તલાટી વચ્ચે રકઝક થઈ હતી. એ દરમિયાન ગ્રામપંચાયતની ઓફિસમાં જ સરપંચ જેબરબેન રબારીના પતિ પીરાભાઈ રબારી ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ઓફિસની અંદર લોકોની સામે જ તલાટીની સાથે જેમ તેમ બીભત્સ વર્તન કર્યું હતું. સરપંચ પતિએ અરજદારોની સામે ગાળો બોલી હતી. એટલું જ નહીં, પરંતુ તલાટીને ચોર કહી ઓફિસમાંથી જતા રહેવાનું કહ્યું હતું. બાદમાં સરપંચપતિએ તલાટીને ઓફિસમાંથી કાઢી મૂકી ઓફિસને તાળું મારી ચાવી પણ લઈ લીધી હતી.

તલાટીને ઓફિસમાંથી કાઢી મૂકી ઓફિસને તાળું મારી ચાવી પણ લઈ લીધી.
તલાટીને ઓફિસમાંથી કાઢી મૂકી ઓફિસને તાળું મારી ચાવી પણ લઈ લીધી.
તલાટી સાથે બીભત્સ વર્તન કરી જેમ તેમ બોલ્યા હોવાનો વીડિયો વાઇરલ.
તલાટી સાથે બીભત્સ વર્તન કરી જેમ તેમ બોલ્યા હોવાનો વીડિયો વાઇરલ.
અન્ય સમાચારો પણ છે...