ઉમેદવારે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા:ડીસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે સંજય દેસાઈનું નામ જાહેર; ડોર ટુ ડોર લોકોને મળી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે માહિતગાર કર્યા

ડીસાએક મહિનો પહેલા

ડીસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતાં જ કાર્યકર્તા એક્શન મોડમાં આવી ગયા છે. ગઈકાલે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા બાદ વહેલી સવારે કુળદેવીના દર્શન કરી મોડી સાંજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા છે.

ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ હવે સત્તા હાંસલ કરવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં એકમાત્ર ડીસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. પૂર્વ ધારાસભ્ય દેસાઈના પુત્ર સંજય દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કરતાં જ ઉમેદવાર સહિત કાર્યકરો એક્શન મોડમાં આવી ગયા છે. ગઈકાલે જાહેરાત કર્યા બાદ આજે સવારે કુળદેવીના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને પાટણ હાઇવે પર આવેલી સરસ્વતી પાર્ક સોસાયટીમાં ડોર ટુ ડોર લોકોને મળી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે માહિતગાર કર્યા હતા. વિજય મેળવ્યા બાદ તેઓ લોકોની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવશે તેવી બાંહેધરી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...