ભક્તો માઁ હિંગળાજના દર્શનાર્થે:ડીસામાં બ્રહ્મક્ષત્રિય ખત્રી સમાજનો સંઘ ધનકવાડા પહોંચ્યો, 400 યાત્રાળુઓ 58 કિલોમીટરનું અંતર કાપી માઁ હિંગળાજના ધામે પહોંચ્યા

ડીસા4 દિવસ પહેલા
  • સતત 15 વર્ષથી ચાલતો આ સંઘ કોરોના મહામારીમાં પણ અવરીતપણે યોજાયો હતો

ડીસામાં વસવાટ કરતા બ્રહ્મક્ષત્રિય ખત્રી સમાજ દ્વારા ધનકવાડા ખાતે બિરાજમાન હિંગળાજ માતાના પગપાળા સંઘનું આયોજન કરાયું હતું. સતત 15 વર્ષથી કોરોના મહામારીમાં પણ આ સંઘ અવરીતપણે યોજાયો હતો. ડીસાથી નીકળેલો સંઘ ત્રણ દિવસ બાદ 58 કિલોમીટરનું અંતર કાપી હિંગળાજ માતાજીના મંદિરે પહોંચ્યો હતો.

સંઘમાં 400 જેટલા યાત્રાળુઓ જોડાયા
ડીસામાં ખત્રીય સમાજ દ્વારા પગપાળા હિંગળાજ માતાજીના સંઘનું પ્રસ્થાન કરાયું હતું. સંઘમાં 400 જેટલા યાત્રાળુઓ જોડાયા છે. ગત ગુરુવારે વહેલી સવારે સંઘે ડીસાથી વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું હતું. પ્રથમ હાઈવે સ્થિત હિંગળાજ માતાના મન્દિરથી દર્શન કરી આ સંઘ ધનકવાડા થઈ વાઘપુરા , નેસડા, ભીલડી થઈ ફોરણા ખાતે રોકાણ કર્યું હતું અને આજે સંઘ ધનકવાડા ખાતે પહોંચ્યો હતો. આ બાબતે બ્રહ્મક્ષત્રિય પગપાળા યાત્રા સંઘના આયોજક ધર્મેન્દ્રભાઈ ખત્રી એ જણાવ્યું હતું કે આ સંઘ છેલ્લા 15 વર્ષથી યોજાય છે, જે કોરોના મહામારીમાં પણ અવરીતપણે ચાલુ રહ્યો હતો. આજે તેને 15 વર્ષ પૂર્ણ થયા છે અને પગપાળા સંઘમાં જતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને યાત્રાળુઓએ મંદિરે પહોંચી હિંગળાજમાંના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...