હુમલો:ડીસા તાલુકાના સમૌનાના ગામે જુની અદાવતમાં સામઢીના યુવક પર હુમલો

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ થતાં ડીસા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયો

ડીસા તાલુકાના સમૌનાના ગામે પાંચ દિવસ અગાઉ સામઢીના યુવક ઉપર ચાર શખ્સોએ જુની અદાલતમાં લાકડી,ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના સામઢી મોટાવાસ ખાતે રહેતાં મુકેશસીગ પ્રધાનજી સોલંકી તા.9 જુલાઈના રોજ તેમના મમ્મી સાથે ડીસાના ધારીસણા ગામે તેમની બહેનના ઘરે જતાં હતાં. તે દરમિયાન ડીસાના સમૌનાના ગામના બસ સ્ટેશન ઉપર પહોંચતા જગતસિંહ દલપતસિંહ જાદવએ કહેલ કે આપણે જુનો ઝઘડો થયેલ છે તે મુકેશસીગ આવેલ છે તેમ કહી લાકડી, ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આથી તેઓને ડીસા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

આ અંગે મુકેશસીગ પ્રધાનજી સોલંકી (રહે.સામઢી મોટાવાસ, તા.પાલનપુર) એ ડીસા તાલુકા પોલીસ મથકે જગતસિંહ દલપતસિંહ જાદવ, તખુસિંહ કાનસિંહ જાદવ, ચંપુસિંહ લાલસિંહ જાદવ અને પીન્ટુસિંહ ચંપુસિહ જાદવ (તમામ રહે.સમૌ નાના, તા.ડીસા) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રધાનજી ચાવડા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...