નિ:શુલ્ક સારવાર કેમ્પ:ડીસામાં રોટરી ક્લબ ડીવાઇન દ્વારા કાનના દર્દીઓનું ફ્રી રોગ નિદાન કેમ્પ યોજાયો, 80 લોકોને સાંભળવાના મશીન ફ્રી આપવામાં આવ્યા

ડીસા21 દિવસ પહેલા

ડીસામાં રોટરી ક્લબ ડિવાઇન દ્વારા કાનના દર્દીઓનો ફ્રી રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 170 જેટલા દર્દીઓની તપાસ કરી 80 જેટલા જરૂરિયાતમંદ લોકોને ફ્રી માં સાંભળવાના મશીન આપવામાં આવ્યા હતા.

ડીસામાં રોટરી ક્લબ ડિવાઇન દ્વારા અનેક સેવાના કાર્યો થાય છે. જેમાં આજે ફ્રી બહેરાશ નિદાન કેમ્પ‌ અને ઓડિયોમેટ્રી તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાતા ઈશાનભાઇ, સંતોષબેન અગ્રવાલ, દેવીદાસભાઈ અને દિનેશભાઈ કચ્છવા (CA) ના સહયોગથી દર્દીઓને સાંભળવાનું મશીન (હિયરીંગ) તદ્દન ફ્રી માં આપવામાં આવ્યા હતા. જ્યારે ડૉ. બિનલબેન માળી દ્વારા 170 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી અને 120 જેટલા દર્દીઓની ઓડીયોમેટ્રી તપાસ થઈ હતી. જ્યારે કેમ્પમાં 80 લોકોને સાંભળવાના મશીન ફ્રીમાં આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડો.રીટાબેન પટેલ મંત્રી હિનલબેન અગ્રવાલ ડો.અવનીબેન,કાંતાબેન, અલ્પાબેન,ડૉ.અંકિતભાઈ માળી તથા સ્ટાફગણ ઉપસ્થિત રહી સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...