ભાજપને જીતાડવા મહિલા સંમેલન:ડીસામાં મતદાન કર્યા બાદ જ સવારે ચા બનાવવાનો સંકલ્પ લીધો; ઉમેદવારને ગાંધીનગર મોકલવા આહવાન કર્યું

ડીસા11 દિવસ પહેલા

​​​​​ડીસામાં આજે રવિવારે ભાજપનો મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપને જીતાડવાની સાથે સાથે એક હજાર જેટલી મહિલાઓએ તા. 5 ડિસેમ્બરે મતદાન કર્યા બાદ જ સવારે ચા બનાવવાનો સંકલ્પ લીધો હતો.

મહિલાઓના વિકાસ માટે કરેલા કાર્યોની વાત
ડીસામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાણપુર પર રાજસીકોડ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું. ઉમેદવાર પ્રવીણ માળી, રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડિયા, ગુજરાત મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. દીપિકા સરડવા અને રાષ્ટ્રીય મહામંત્રી દીપ્તિ રાવત સહિત એક હજારથી પણ વધુ મહિલાઓએ સંમેલનમાં ભાગ લીધો હતો. સંમેલનમાં ઉપસ્થિત મહિલા આગેવાનો દ્વારા નરેન્દ્ર મોદીએ મહિલાઓના વિકાસ માટે કરેલા કાર્યોની વાત કરવામાં આવી હતી.

મહિલાઓને સંકલ્પ લેવડાવ્યો
મહિલા આગેવાનોએ તા. 5 ડિસેમ્બરે મહિલાઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે સવારે મતદાન કર્યા બાદ જ ઘરમાં ચા બનાવવાનો તેવો સંકલ્પ લેવડાવ્યો હતો. મહિલાઓના વિકાસની ગતિને આગળ ધપાવવા માટે પણ વધુમાં વધુ ભાજપ તરફથી મતદાન કરી ઉમેદવાર પ્રવીણ માળીને ગાંધીનગર મોકલવા માટે આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...