રોડ નહીં બનેતો ઉગ્ર આંદોલનની ચીમકી:ડીસાની શિવગંગા સોસાયટીમાં રહીશોની રોડની માંગ સાથે નગરપાલિકામાં રજૂઆત; પંદર વર્ષથી રોડના અભાવે હાલાકી

ડીસા14 દિવસ પહેલા

ડીસામાં હાઇવે પર આવેલી શિવ ગંગા સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી રોડ સહિતના વિકાસ કામો નહીં બનતાં લોકો રોષે ભરાયા હતા. આજે આ સોસાયટીના રહીશો નગરપાલિકામાં પહોંચીને જો રોડ નહીં બને તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

રોડ સહિતના વિકાસ કામો નહીં બનતાં લોકો રોષે ભરાયા
​​​​​​​ડીસા શહેરમાં હજુ પણ કેટલીય એવી સોસાયટીઓ છે કે જ્યાં વર્ષોથી કોઈ જ વિકાસના નવા કામો થયા નથી. તેમાંની એક સોસાયટી એટલે વોર્ડ નંબર 3માં આવેલી શિવગંગા સોસાયટી. આ સોસાયટી બની ત્યારથી હજુ સુધી ત્યાં રોડ બનાવવામાં આવ્યો નથી. જેના કારણે રહેશોએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે સોસાયટીના રહીશોએ વારંવાર ચૂંટાયેલા સભ્યોને રજૂઆત કરી હતી. તેમ છતાં પણ તેઓની રોડની સમસ્યા દૂર ન થતા આજે કંટાળેલા લોકો ડીસા નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને નગરપાલિકાના સત્તાધીશોને જો તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી તેમજ ચૂંટાયેલા સભ્યોની નિષ્ક્રિયતા સામે પણ સ્થાનિકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...