બિસ્માર માર્ગથી ખેડૂતો ત્રાહિમામ:ડીસાના નવા નેસડાથી લાખણીના પેપળુ સુધીના કાચા રસ્તાથી રહીશો કંટાળ્યા; મુખ્યમંત્રી સુધી રજુઆત પણ પરિણામ શૂન્ય

ડીસા9 દિવસ પહેલા
  • માર્ગમાં ટ્રેક્ટર જો આમને-સામને આવ્યા તો થઈ રહ્યું
  • અગ્રહીએ કહ્યું- કોર્ટમાં જવુ પડે તો પણ જઈશું

ડીસા તાલુકાના નવા નેસડા ગામથી લાખણી તાલુકાના પેપળુ ગામને જોડતા એકમાત્ર કાચા અને ખરાબ માર્ગથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્રણ તાલુકા વચ્ચે અટવાયેલા આ રસ્તા મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પણ રસ્તો નહીં બનતા હવે ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે.

ખેડૂતો વારંવાર રજૂઆતો કરીને થાક્યા છે
ખેડૂતો વારંવાર રજૂઆતો કરીને થાક્યા છે
ઉંમરલાયક રહીશોને ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે
ઉંમરલાયક રહીશોને ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે

એક-એક ફુટ પાણી ભરાઈ જાય છે- સ્થાનિક અગ્રણી
આ છે ડીસા તાલુકાના નવા નેસડા ગામથી લાખણી તાલુકાના પેપળુ ગામને જોડતો એકમાત્ર કાચો અને બિસ્માર માર્ગ. આ ઉબડ ખાબડ રસ્તા પરથી અવરજવર કરતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસામાં તો એક-એક ફુટ પાણી ભરાઈ રહેતા ખેડૂતોને પસાર થવું પણ મુશ્કેલી ભર્યું રહે છે. આ માર્ગ પર અનેક ખેતરો આવેલા છે જે ખેતર માલિકોને ચાલવાનો એક માત્ર માર્ગ આજ છે અહીંથી પસાર થતી વખતે બે વાહનો સામ સામે આવી જાય તો પણ ભારે મુશ્કેલી સર્જાય છે.

તાલુકાની સરહદના વિવાદમાં ખેડૂતોનો માર્ગ અટકાયો
આમ તો આ નવા નેસડા અને પેપળુ બંને ગામ ડીસા તાલુકામાં જ આવતા હતા પરંતુ હવે આ નવા નેસડા ગામ ડીસા તાલુકાની હદમાં આવે છે પરંતુ વિધાનસભા ક્ષેત્ર કાંકરેજ લાગે છે જ્યારે પેપળુ ગામ લાખણી તાલુકો અલગ થતા તેમાં આવી ગયું છે. આમ આ માર્ગ ત્રણ તાલુકા વચ્ચે અટવાઈ ગયો છે. આ મામલે સ્થાનિક ખેડૂતોએ ત્રણેય તાલુકામાં સ્થાનિક તંત્રથી લઈ ધારાસભ્ય, સાંસદ અને મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં પણ આ માર્ગ અંગે કોઈ જ વિચારણા નહીં થતાં હવે કંટાળેલા ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...