ડીસામાં રાખડીઓના ભાવમાં 20 ટકાનો વધારો:ગ્રાહકોથી ઉભરાઈ રાખડીઓની દુકાનો, બજારોમાં 25 પૈસાથી 150 રૂપિયા સુધીની રાખડીઓ વેચાય છે

ડીસા5 દિવસ પહેલા

રક્ષાબંધને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાખડીઓ લેવા માટે બજારમાં મહિલાઓની ભીડ લાગી છે રાખડીઓ ના ભાવમાં ગત વર્ષ કરતા 20 ટકાનો ભાવ વધારો થયો છે છતાં પણ ભાઈ- બહેન ના પવિત્ર પ્રેમનો તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી માટે રાખડી ની ખરીદી માટે દુકાનો બહેનોથી ઉભરાઈ રહી છે

ડીસામાં રક્ષાબંધન ને લઈ રાખડીની દુકાનોમાં મહિલાઓની ભીડ વધી રહી છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમા તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી માટે રાખડીઓ ખરીદવા માટે દુકાનોમાં બહેનો ની ભીડ જોવા મળી રહી છે. સતત બે વર્ષ કોરોના ની મહામારી બાદ હવે દરેક તહેવારો લોકો ઉત્સાહથી ઉજવવા લાગ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે રાખડીઓના ભાવમાં પણ 20 ટકા જેટલો વધારો થયો છે,એક તરફ મોંઘવારી અને બીજી ભાવ વધારો તેમ છતાં પણ પોતાના ભાઈની કલાઈ પર મંનપસંદ રાખડી બાંધવા માટે બહેનો અવનવી રાખડીઓ ખરીદી રહી છે. ડીસા ની બજારમાં અત્યારે 25 પૈસાથી લઈ 150 રૂપિયા સુધીની અવનવી ડિઝાઇન વાળી રાખડીઓ મળે છે. આ વર્ષે ટેડીબીયર , ગણપતિ, ક્રિષ્ના ભગવાન ના પ્રતિકવાળી, તો વળી આ વર્ષે અવનવી સ્ટોન વાળી રાખડીઓની પણ બજારમાં ભારે ડિમાન્ડ છે .

અન્ય સમાચારો પણ છે...