પાણીના તળ ઊંચા લાવવાનો પ્રયાસ:ડીસામાં વહી જતા વરસાદી પાણીને ફરી ભૂગર્ભમાં ઉતાર્યું, 2500થી વધુ ખેડૂતોએ કરોડો લીટર પાણીનું જળસંચય કર્યું

ડીસા24 દિવસ પહેલા

ત્રણ વર્ષથી પાણીની કિલ્લતનો સામનો કરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે પાણી બાબતે જાગૃત થઈ રહ્યા છે. આ વર્ષે 300થી પણ વધુ ખેડૂતોએ ચોમાસામાં વહી જતા વરસાદી પાણીના એક એક ટીપાનો બચાવ કરી બંધ પડેલા બોરમાં જળસંચય કર્યું છે અને કરોડો લીટર પાણીનો ફરી પેટાળમાં સંગ્રહ કર્યો છે.

પાણીનો ફરીથી પેટાળમાં સંગ્રહ
રણની કાંધીને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે પાણીની સમસ્યા ગંભીર પ્રશ્ન બની જાય છે. ત્રણ વર્ષથી સતત ઓછા વરસાદના કારણે પાણીના તળ 1000 ફૂટ જેટલા ઊંડા પહોંચી ગયાં હતાં. જેથી ખેડૂતોને સિંચાઈ માટે ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. આ સમસ્યામાંથી પસાર થતાં કેટલાય ખેડૂતો હવે જાગૃત બની ગયા છે. પાણી બચાવવા માટે ખેડૂત અગ્રણી અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ માળીએ પણ જળ સંચય અભિયાન હાથ ધર્યું હતું. જેમાં તેમણે અનેક ખેડૂતો સાથે બેઠકો યોજી ચોમાસામાં વહી જતા પાણીનો ફરીથી પેટાળમાં સંગ્રહ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

પાણી ફરી 300 ફૂટ લાવવાનો તેમનો પ્રયાસ
તે પછી એક બાદ એક એમ 2500 જેટલા ખેડૂતોએ ચોમાસામાં વહી જતા પાણીને પોતાના ખેતરમાં બંધ પડેલા બોરમાં સંગ્રહ કરવાનું આયોજન કર્યું. આ અભિયાન અંતર્ગત આ વર્ષે સારા વરસાદના કારણે વેડફાઈ જતા કરોડો લીટર પાણીને અટકાવ્યું છે અને ખેડૂતોએ વરસાદી પાણીને ફરી બંધ પડેલા બોરમાં ઉતારી જળ સંચય કર્યું હતું. આ જળ સંચાલનના પ્રણેતા પ્રવિણભાઇ માળીનું માનવું છે કે, અત્યારે જે રીતે ચોમાસામાં વહી જતા પાણીને બંધ પડેલા બોરમાં નાખીને રિચાર્જ કરવાનો પ્રયાસ કરીએ છીએ એના થકી આવનાર સમયમાં 1000 ફૂટ ઊંડે પહોંચી ગયેલું પાણી ફરી 300 ફૂટ લાવવાનો તેમનો પ્રયાસ છે.

અન્ય સમાચારો પણ છે...