હવામાન વિભાગની આગાહી:ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધીમાં વરસાદ આગાહી; બંગાળની ખાડીમાં લો પ્રેસરની સ્થિતિ સર્જાઈ

ડીસા16 દિવસ પહેલા

ચાલુ વર્ષે રાજ્યભરમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થતાં ચો તરફ પાણીની રાહત થઈ છે. ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસમાં હજુ પણ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેથી છેલ્લા એક સપ્તાહથી સતત પડી રહેલી ભારે ગરમીથી લોકોને રાહત મળવાની આશા બંધાઈ છે.

ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં ચાલુ વર્ષે ચોમાસુ ખૂબ સારું રહ્યું છે. અત્યાર સુધીમાં ડીસા 130.60 ટકા અને બનાસકાંઠા જિલ્લામાં 127 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સતત દોઢ માસથી ચાલુ રહેલા વરસાદે છેલ્લા એક સપ્તાહથી વિરામ લીધો છે. જોકે આટલો વરસાદ પડ્યો હોવા છતાં વરસાદે વિરામ લેતા ફરીથી વાતાવરણ ભારે ગરમી અને ઉકળાટવાળું બની ગયું હતું. સારા વરસાદના કારણે ખેડૂતોએ મોડે મોડેથી પણ વાવણી કરી દીધી હતી. જો કે અઠવાડિયાથી વરસાદ ખેંચાતા હવે ખેડૂતોને પિયત કરવાનો વારો આવ્યો છે.

ત્યારે હવે ફરીથી બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા આગામી ત્રણ દિવસમાં બનાસકાંઠા સહિત રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના કારણે ખેડૂતોને હજુ પણ પીયતમાંથી છુટકારો મળે તેમજ અસહ્ય ગરમી બફારા અને ઉકળાટથી પરેશાન થઇ ઉઠેલા લોકોને વરસાદના કારણે ગરમીમાં રાહત થવાની આશા બંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...