ડીસામાં તસ્કરોનો આતંક:એક જ અઠવાડિયામાં ત્રણ બાઈકની ઉઠાંતરી; સાંઇબાબા મંદિરથી દીપક હોટેલ સુધીના માર્ગને કરે છે ટાર્ગેટ

ડીસા16 દિવસ પહેલા
  • પોલીસે તસ્કરોને શોધવાની તજવીજ ચાલુ કરી છે

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો બેફામ બનતા એક જ અઠવાડિયામાં ત્રણ બાઇકની ઉઠાંતરી કરી હોવાની ઘટનાઓ સામે આવી છે. સાઈબાબા મંદિરની દિપક હોટલ સુધીમાં અજાણ્યા તસ્કરો ત્રણ બાઇક ચોરી કરી ગયા છે. જે અંગે ફરિયાદ થતા પોલીસ તપાસ કરાવી રહી છે

ધોળા દિવસે પણ બાઈક ચોરી થાય છે
ડીસા શહેરમાં તસ્કરો એક પછી એક બાઈકને નિશાન બનાવી રહ્યા છે ખાસ કરીને સાઈબાબા મંદિર થી દિપક હોટેલ સુધીમાં એક જ અઠવાડિયાની અંદર ત્રણ બાઇકની ચોરી થઈ હોવાની ઘટનાઓ બની છે. પાંચ દિવસ અગાઉ સાઈબાબા મંદિર પાસે પાર્ક કરેલ અલગ અલગ બે બાઇકની ચોરી થયા બાદ ભણસાલી હોસ્પિટલના પાર્કિંગમાંથી પણ બાઈક ચોરી થઈ છે. વરધાજી માળી એ ભણસાલી હોસ્પિટલમાં તેમની માતાને સારવાર માટે દાખલ કર્યા હતા. તે સમયે વરધાજીએ તેમનું બાઈક પાર્કિંગમાં મૂકીને માતા પાસે ગયા હતા અને પરત આવતા તેમનું બાઈક અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે તેમણે દક્ષિણ પોલીસ ને જાણ કરી હતી.

વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો
એક જ અઠવાડિયાની અંદર એક જ રોડ ઉપરથી ત્રણ બાઈકની ઉઠાંતરી થતાં આ માર્ગ પર બાઈક પાર્ક કરીને જતા અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે ત્યારે પોલીસ આવા તસ્કરો ને પકડીને જલ્દી જેલના સળિયા ધકેલે તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...