ચોરીનો બનાવ:આખોલમાં રૂ.2.46 લાખના બે કેમેરા ચોરી ફોટોસહાયક ફરાર, ફોટોગ્રાફરે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસા નજીકના આખોલ ગામે લગ્નમાં ફોટોગ્રાફી કરવા આવેલા ફોટોગ્રાફરના બે કિંમતી કેમેરો સાથે આવેલ ફોટોસહાયક લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે ફોટોગ્રાફર દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આખોલ ગામે લગ્ન પ્રસંગે સુરત ખાતે રહેતા નારણભાઇ નાનચંદભાઈ જોશી તેમના ફોટોસહાયક દેવરાજભાઈ મેઘરાજભાઈ જાગીડ સાથે ફોટોગ્રાફી કરવા માટે આવ્યા હતા.

19 મે ને ગુરુવારે રાત્રે તેમના ફોટોસહાયક સાથે સુઈ ગયા હતા અને પોતાના કેમેરા તેમની ગાડીમાં મુક્યા હતા. તે દરમિયાન શુક્રવારે વહેલી સવારે નારણભાઇ જાગ્યા અને બાજુમાં સુતેલો તેમનો ફોટોસહાયક દેવરાજભાઇ પથારીમાં નહતો. જેથી નારણભાઇએ તેને ફોન કરતા મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દેતા નારણભાઇને શંકા રાજસ્થાનના દેવરાજભાઈ મેઘરાજભાઈ જાગીડ વિરુદ્ધ રૂ. 2,46,500 ના કેમેરાની ચોરી બાબતની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...