હિન્દુ સંગઠનોની માંગ:ડીસામાં શ્રાવણ માસમાં માંસ-મટનની દુકાનો બંધ કરાવવા આવેદનપત્ર; ધારાસભ્ય, પીઆઇ, ચિફઓફિસરને રજૂઆત

ડીસા17 દિવસ પહેલા

ડીસા શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માંસ-મટન અને આમલેટનું વેચાણ બંઘ કરવા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પીઆઇ, ધારાસભ્ય, ચિફોઓફિસરને રજુઆત કરી માંસ મટનની દુકાનો લારીઓ બંધ કરાવવાની માંગ કરી છે.

હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. હિન્દૂ લોકો આ મહિનામાં ભગવાન શિવની આરાધના માટે ઉપવાસ કરી ભક્તિમાં લીન થઈ શિવ ભગવાનની પુજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં જીવ હત્યા ન થાય અને ડીસા શહેરમાં માંસ મટન અને આમલેટનું વેચાણ બંઘ થાય તે માટે હિન્દુ યુવા સંગઠન, એકતા એજ લક્ષ્ય તેમજ કરણી સેના સંગઠન દ્વારા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ, ડીસાના ધારાસભ્ય અને નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. ડીસાના ગવાડી વિસ્તાર, મીરા મહોલ્લા, ફુવારા સર્કલ સહિત જ્યાં-જ્યાં માંસ મટન આમલેટનું વેચાણ થાય છે. તેમજ મુંગા પશુઓની કતલ થાય છે. તેને બંઘ કરાવવા માટે રજુઆત કરી હતી. હિન્દૂ યુવા સંગઠનના હિતેશ રાજપુતે જણાવ્યું હતું કે, આ પવિત્ર મહિના દરમિયાન હિન્દૂ લોકોની લાગણી ન દુભાય તે માટે માંસ મટનની લારી-દુકાનો બંધ કરાવવા માટે આવેદનપત્ર આપી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...