વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ:ડીસા અને કાંકરેજમાં 5 વર્ષ દરમિયાન થયેલા કામો અંગે લોકોને માહિતગાર કરાયા

ડીસા14 દિવસ પહેલા

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ પોતે કરેલા વિકાસના કાર્યો પ્રજા સમક્ષ રજૂ કરવા દરેક જિલ્લામાં વિશ્વાસથી વિજયયાત્રા કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. જેમાં ડીસા અને કાંકરેજ તાલુકાનો કાર્યક્રમ ડીસા ખાતે યોજાયો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર શરૂ કરી દીધા છે. ત્યારે હવે રાજ્ય સરકાર પણ પોતે કરેલા વિકાસના કામો પ્રજા સમક્ષ રજૂ કરી ફરીથી પ્રજાનો વિશ્વાસ કેળવવા વિજય વિશ્વાસ કાર્યક્રમ યોજી દરેક તાલુકા કક્ષાએ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જેમાં આજે ડીસા અને કાંકરેજ તાલુકાના કાર્યક્રમ ડીસા પ્રાંત અધિકારી યુ.એસ. શુક્લની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય, શહેર અને ગ્રામ્ય મામલતદાર, કાંકરેજ મામલતદાર સહિત સરકારી અધિકારીઓ, સરપંચો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં ભાજપ સરકાર દ્વારા પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કામો અંગે જાણકારી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...