રોગચાળો ફેલાવાનો ભય:ડીસામાં ગટરનું ગંદુ પાણી ઉભરાતા રાહદારીઓને હાલાકી; તાત્કાલિક પાણીનો નિકાલ કરવા લોકમાંગ ઉઠી

ડીસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસામાં આનંદ બંગલોઝ આગળ હાઇવે પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદુ પાણી રોડ પર જ ભરાઈ રહેતા રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ડીસામાં હાઇવે પર આવેલા આનંદ બંગલોઝ આગળ છેલ્લા એક અઠવાડિયાથી ગટર ઉભરાઈ રહી છે. જેના કારણે ગટરનું ગંદુ પાણી 24 કલાક ભરાયેલું રહે છે. દુર્ગંધ મારતુ ગંદુ પાણી ભરાઈ રહેતાં અહીંથી પસાર થતાં રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ ફેલાયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ગટરનું સમાધાન કરાવી ગંદા પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ લાવે તેવી લોકોની માગ છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસથી ગટર ઉભરાય છે. જેના માટે સ્થાનિક સત્તાધીશોને પણ જાણ કરી હતી, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ જ કાર્યવાહી ન થતાં ગંદુ પાણી સતત ઉભરાય છે અને રોગચાળો પણ ફેલાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...