સહાય જાહેર:સરકાર દ્વારા પાંજરાપોળ -ગૌશાળાઓને ચાલુ મહિનામાં સહાયની રકમ મળશે; ડીસા MLA

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજય સરકાર દ્વારા ગુજરાતની ગૌશાળા તેમજ પાજરાપોળમાં આશ્રિત પશુઓ માટે 500 કરોડ ઉપરાંતની રકમ મંજૂર કરાઈ

રાજય સરકાર દ્વારા ગુજરાત ની ગૌશાળા તેમજ પાજરાપોળમાં આશ્રિત અબોલ પશુઓ માટે 500 કરોડ ઉપરાંતની રકમ મંજૂર કરવામાં આવી છે. જે સહાય ચાલુ મહિનામાં મળી જશે તેમ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ખાત્રી આપી હતી. જેને લઈ સંચાલકોમાં રાહતની લાગણી થઈ હતી. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાના જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવવા શ્રી રાજપુર ડીસા પાંજરાપોળના ટ્રસ્ટી હસમુખભાઈ વેદલીયા, મેનેજર જગદીશભાઈ સોલંકી તેમજ ટેટોડાના ટ્રસ્ટી ભીખાભાઇ પટેલ સહિત પ્રતિનિધિ મંડળે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ પ્રતીકભાઈ પઢીયાર તેમજ મહામંત્રી હકમાજી જોષી સહિતની ઉપસ્થિતિમાં રાજપુર, ડીસા પાંજરાપોળના પ્રતિનિધિ મંડળે સરકાર દ્વારા બજેટમાં રૂપિયા 500 કરોડની ગૌવંશ સહિતના અબોલ જીવો માટેની સહાય જાહેર કરવામાં આવી છે તેના જલ્દી અમલીકરણ માટે રજુઆત રવામાં આવી હતી. આથી ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ‘તાજેતરમાં જ બનાસકાંઠા પધારેલા નાણામંત્રી કનુભાઈ દેસાઈ જોડે થયેલ રજુઆત મુજબ ટૂંક સમયમાં પાંજરાપોળ ગૌશાળાઓને ચાલુ માસમાં સહાયની રકમ મળવાની શરૂ થઇ જશે તેવી ખાતરી પણ આપી હતી.’

અન્ય સમાચારો પણ છે...