સામુહિક હનુમાન ચાલીસાના પાઠ:ડીસામાં 50 હજારથી વધુ લોકોએ એકસાથે હનુમાન ચાલીસાના પાઠ કર્યા, ધારાસભ્યની અપીલને ઐતિહાસિક સમર્થન મળ્યું

ડીસા23 દિવસ પહેલા

ડીસામાં આજે ઉત્તરાયણની સાંજે ઐતિહાસિક રીતે હનુમાન ચાલીસાના પાઠ થયા હતા. ધારાસભ્યની અપીલને બદલે ડીસામાં એક સાથે 50 હજારથી પણ વધુ લોકોએ પરિવાર સાથે બેસી હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

ઉત્તરાયણના દિવસે ડીસા સહિત સમગ્ર ગુજરાત ભરમાં લોકો પોતાના પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની મજા માણતા હોય છે અને દિવસભર પતંગ ચગાવવાની સાથે સાથે ડાન્સ, મસ્તી કરી ઉત્તરાયણની ઉજવણી કરે છે. ત્યારે આ વખતે જોગાનુ જોગ ઉત્તરાયણ શનિવારના દિવસે આવ્યો છે. ત્યારે લોકોમાં ધાર્મિક ભાવના જાગે તે માટે ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં લોકોને ઉત્તરાયણના દિવસે સાંજે 6:15 વાગે પરિવાર સાથે બેસી હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે અપીલ કરી હતી. જેને આજે ઐતિહાસિક સમર્થન મળ્યું હતું અને ડીસા શહેરમાં અંદાજિત 50 હજારથી પણ વધુ લોકોએ એક સાથે પોત પોતાના પરિવાર સાથે બેસી હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. સાથે જ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય અને દેશ પ્રગતિ કરે તે માટે પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...