વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો:ડીસામાં બસ સુવિધાના અભાવે 200થી વધુ વિદ્યાર્થીઓ અને મુસાફરો બસમાં ઘેટાં-બકરાની જેમ મુસાફરી કરવા મજબૂર

ડીસા17 દિવસ પહેલા
  • બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ગુજરાત સરકારે ભલે સલામત સવારી એસટી હમારીના બણગા ફૂંકતી હોય પરંતુ બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વાસ્તવિકતા કંઈક અલગ છે. ડીસાના રાનેર ગામના 200થી વધુ વિદ્યાર્થીઓ અને મુસાફરો એક જ બસમાં ઘેટાં બકરાની જેમ ભરાઈને અભ્યાસ માટે આવવા મજબૂર બન્યા છે. કંટાળેલા વિદ્યાર્થીઓએ બસ સુવિધા માટે આજે નાયબ કલેક્ટર કચેરી આગળ હંગામો મચાવ્યો હતો.

ઘેટાં બકરાની જેમ ભરાઈને અભ્યાસ માટે આવવા મજબુર બન્યા
ડીસા તાલુકાના ગામના રાનેર ગામના 200થી પણ વધુ વિદ્યાર્થીઓ બસના અભાવે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી વહેલી સવારે એકમાત્ર બસ હોવાના કારણે સવારના સમયે રાનેરથી અભ્યાસ માટે આવતા 200થી પણ વધુ વિદ્યાર્થીઓ અને મુસાફરો એક જ બસમાં ઘેટાં બકરાની જેમ ભરાઈને અભ્યાસ માટે આવવા મજબુર બન્યા છે. આ અંગે વિદ્યાર્થીઓએ વારંવાર ડીસા એસટી વિભાગથી લઈ પાલનપુર કચેરી સુધી રજૂઆત કરી હતી. તેમ છતાં પણ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં ન આવતા આખરે કંટાળેલા વિદ્યાર્થીઓએ આજે નાયબ કલેક્ટર કચેરી આગળ હંગામો મચાવ્યો હતો. વહેલી સવારે અભ્યાસ માટે જવાને બદલે આજે વિદ્યાર્થીઓ નાયબ કલેક્ટર કચેરી આગળ ધરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...