રોટરી ક્લબ કાર્યક્રમ:ડીસામાં રોટરી ક્લબ ખાતે સભ્યોની ફેમિલી મિટિંગનું આયોજન; કલાકારોનો ભવ્ય ડાયરો યોજાયો

ડીસા3 મહિનો પહેલા

ડીસામાં સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલા રોટરી કલબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવુતિ કરવામાં આવતી હોય છે. જરૂરિયાતમંદ, પીડિત લોકો મદદરૂપ થવાય એ માટે રોટરી કલબ દ્વારા કાર્યો કરાતાં હોય છે ત્યારે રોટરી કલબની ફેમિલી મિટિંગનું ખૂબ સુંદર આયોજન થયું હતું.

હાસ્ય રસ રેલાતાં રોટરી ફેમિલીને મજા પડી
ડીસામાં રોટરી ક્લબ ખાતે સભ્યોની ફેમિલી મિટિંગનું આયોજન કરાયું હતુ. આ નિમિત્તે યોજાયેલ ભવ્ય ડાયરામાં કલાકારોએ હાસ્યરસ રેલાવતાં લોકો પેટ પકડીને હસ્યા હતા. આ દરમ્યાન લોક-સાહિત્યકાર ચતુરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહી મોડી રાત સુધી સંસ્કાર અને સંસ્કૃતિ સિંચન આજની પેઢીમાં કઈ રીતે કરી શકાય તે બાબતે પણ રમુજી શૈલી પ્રસ્તુત કરી હતી. આ ઉપરાંત હાસ્ય રસ રેલાવ્યો હતો અને રોટરી ફેમિલીને ખૂબ મજા કરાવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી
આ પ્રસંગે રોટરી કલબના ઉત્સાહી પ્રમુખ વિષ્ણુ શર્મા સેક્રેટરી હસમુખ ઠકકર પ્રોજેક્ટ ચેરમેન ગોપાલ જોશી અને કરસન ખત્રી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જો કે, આજના હાઈટેક યુગમાં પણ સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન કઈ રીતે કરી શકાય તે બાબતનું વક્તવ્ય ચતુરદાસ ગઢવીએ ખૂબ રમૂજી શૈલીમાં આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...