મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન:ડીસામાં વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન; વિવિધ ચિત્રો દોરી લોકોને 100 ટકા મતદાન કરવા આહવાન કર્યું

ડીસા21 દિવસ પહેલા

ડીસામાં નવજીવન બીએડ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ વિવિધ પ્રકારના ચિત્રો દોરી લોકોને 100 ટકા મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું

ડીસામાં શ્રી નવજીવન બી.એડ. કોલેજ ખાતે મતદાન જન જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેમેસ્ટર 1 સેમેસ્ટર 3 તાલીમાર્થીઓએ મતદાન જાગૃતિની થીમ પર રંગબેરંગી ચિત્રો દોર્યા હતા. જેમાં 100 ટકા મતદાન, દિવ્યાંગોનું મતદાન, મહિલાઓને મતદાન માટે પ્રોત્સાહન, મારો મત યોગ્ય ઉમેદવારને અને વોટ ફોર ઇન્ડિયા થીમ ઉપર ચિત્રો દોર્યા હતા. આ સાથે 100 ટકા મતદાન કરવાના તાલીમાર્થીઓ એ શપથ લીધા હતા.

સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3ના તાલીમાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. સોનલબેન પ્રજાપતિ, અઘ્યાપક ડૉ. અમિતકુમાર સોલંકી, જયેશભાઈ ઠક્કર, નિરવભાઈ પરમાર, અમિતભાઈ ઠાકર, રમેશભાઈ પટેલ, લાઇબ્રેરીયન મહેશભાઈ ચૌધરી, ક્લાર્ક અનિલભાઈ પટેલ, અશોકભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...