એકસાથે 4 મામલતદારની બદલીથી હડકંપ:ડીસામાં જિલ્લા કલેક્ટરે કર્યો આદેશ, જાહેરહિત અને વહીવટી સરળતા ખાતર બદલી કરાઈ

ડીસા10 દિવસ પહેલા
  • નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓની સામૂહિક બદલીઓ
  • ડીસાથી આર.જે.પરમારની પાલનપુર શહેર મામલતદાર કચેરી ખાતે બદલી
  • ભીલડીથી ડી પી ઝાલાની થરાદ ખાતે બદલી
  • આર એમ ધૃતની દાંતા પ્રાંત કચેરી ખાતે બદલી
  • રેહાનાબેન ઘાસુરાની ડીસા તાલુકા મામલતદાર કચેરી ખાતે બદલી

બનાસકાંઠા જિલ્લા કલેકટરે જાહેરહિત અને વહીવટી સરળતા ખાતર નાયબ મામલતદાર સંવર્ગના અધિકારીઓને સામૂહિક બદલી અને નિમણૂક કરી છે. જે અંતર્ગત ડીસા શહેર અને તાલુકામાં પણ ચાર નાયબ મામલદારોની બદલી કરાઇ છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે બદલીનો આદેશ આપ્યો
બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે બદલીનો આદેશ આપ્યો

ઓફિસરોની બદલી અને નિમણૂક કરાઈ
બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે આજે નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓની સામૂહિક બદલીઓ કરી છે. ડીસા શહેર અને તાલુકામાં પણ ફરજ બજાવતા ચાર નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસરની બદલી અને નિમણૂક કરી છે. જેમાં ડીસા પ્રાંત કચેરી ખાતે ફરજ બજાવતા આર.જે પરમારની પાલનપુર શહેર મામલતદાર કચેરી ખાતે બદલી થઈ છે. ભીલડી સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડી.પી ઝાલાની થરાદ મામલતદાર કચેરી ખાતે બદલી કરાઈ છે, જ્યારે ડીસા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા આર.એમ ધૃતની દાંતા પ્રાંત કચેરી અને ડીસા પ્રાંત કચેરી ખાતે ફરજ બજાવતા રેહાનાબેન ઘાસુરાની ડીસા તાલુકા મામલતદાર કચેરી ખાતે બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...