લોકોને મળશે ઘરઆંગણે સારવાર:ડીસાના લાલચાલી વિસ્તારમાં દિનદયાળ ઔષધાલયની શરૂઆત; દૂર હોસ્પિટલ જવાને બદલે પોતાના જ વિસ્તારમાં સારવાર મળશે

ડીસાએક મહિનો પહેલા

ડીસામાં લોકોને ઘર આંગણે આરોગ્યની વિનામૂલ્યે અનુકૂળતા મુજબ સારવાર મળી રહે તે માટે લાલચાલી વિસ્તારમાં દિનદયાળ ઔષધાલયનો શુભારંભ કરાયો હતો. આ ક્લિનિકમાં સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી લોકોને તમામ પ્રકારની આરોગ્યની સારવાર મળી રહેશે.

અર્બન હેલ્થ સેન્ટર દ્વારા દિનદયાળ ઔષધાલયનો શુભારંભ
લોકોને ઘર આંગણે જ અને પોતાના જ વિસ્તારમાં વિનામૂલ્ય સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા દિનદયાળ ઔષધાલય ક્લિનિક શરૂ કરાયાં છે. જે ક્લિનિકમાં સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી તમામ પ્રકારની સારવાર આપવામાં આવે છે. જેના અંતર્ગત આજે ડીસાના લાલચાલી વિસ્તારમાં પણ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા દિનદયાળ ઔષધાલયનો શુભારંભ કરાયો છે. મેડિકલ ઓફિસર ડો. કે પી દિલવાડિયાના હસ્તે શરૂ કરાયેલા આ ક્લિનિકમાં આ વિસ્તારના તમામ લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહેશે. લોકોએ હવે દૂર હોસ્પિટલમાં જવાને બદલે પોતાના જ વિસ્તારની અંદર ઘરની બાજુમાં અનુકૂળતાના સમયે સારવાર લઈ શકશે. ડીસા શહેરમાં 11 વોર્ડમાંથી અત્યારે 10 વોર્ડમાં અત્યારે આ ક્લિનિક શરૂ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...