દારૂ ભરેલી કારે અકસ્માત સર્જ્યો:ડીસામાં દારૂ ભરેલી કાર ખેતરમાં ઘૂસી જતા એક ગાયનું મોત, અન્ય એક ગાય ઈજાગ્રસ્ત

ડીસા6 દિવસ પહેલા

ડીસા તાલુકાના થેરવાડા ગામ પાસે એલસીબી ની ટીમે પિછો કરતા દારૂ ભરેલી કાર એક ખેડૂતના વાડામાં ઘૂસી જઇ અકસ્માત કરતા એક ગાય નું મોત નીપજ્યું હતું.જ્યારે અકસ્માત બાદ ભાગવા જતા ચાલક ને પોલીસે ઝડપી લઇ દારૂ સહિત કુલ 4.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલસીબીની ટીમે લાખ્ખો રૂપિયાનો દારૂ પકડી પાડી બે લોકો સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા તાલુકાના પાંથાવાડા તરફથી થેરવાડા બાઈવાડા ગામ પાસેથી થઈ દારૂ ભરેલી સ્વીફ્ટ કાર પસાર થવા ની હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી.જેથી પોલીસે વોચ ગોઠવતા બાતમી વાળી ગાડી આવતા પોલીસે ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ડ્રાઇવરે પુર ઝડપે કાર હંકારી ભાગવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડના એક ખેડૂતના ઘર નજીક વાડામાં ઘૂસી ગઈ હતી.જેથી વાડામાં બાંધેલી ગાયને ટક્કર મારતા એક ગાયનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક ગાયને ગંભીર ઇજા પહોંચતા પશુપાલક ને મોટું નુકસાન થયું છે. અકસ્માત કરીને ભગવા જતા કાર ચાલકને એલસીબી ની ટીમે પકડી લીધો હતો જે બાદ એલસીબીની ટીમે કારમાં તપાસ કરતા દારૂની પેટીઓ મળી આવતા કાર સહિત કુલ 4.60 લાખ રૂપિયા નો મુદામાલ જપ્ત કર્યો છે જ્યારે કારચાલક જીગર નટુભાઈ કોનાણીની અટકાયત કરી હતી અને દારૂ ભરાવી આપનાર નમન ગોવિંદભાઈ પુરોહિત સહિત બે શખ્સો સામે ફરિયાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...