વરસાદની ધૂઆધાર બેટીંગ:ડીસામાં મોડી રાત્રે દોઢ ઇંચ વરસાદ ખાબક્યો, છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે

ડીસા14 દિવસ પહેલા
  • સિઝનનો કુલ 49 ટકા જેટલો વરસાદ નોંધાયો
  • વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશ ખુશાલ

ડીસા સહિત આજુબાજુના પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ ચાલુ છે. મોડી રાતે ડીસા તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે અનેક નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

હજુ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ડીસા તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ રોજ ધીમીધારે વરસાદ ચાલુ છે. જે અંતર્ગત ગત મોડી રાત્રે પણ ધોધમાર વરસાદ શરૂ થતાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે અનેક નીંચાણ વાળા વિસ્તારો તેમજ ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. ડીસામાં અત્યાર સુધી સિઝનનો કુલ 49 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સારા વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશ ખુશાલ બન્યા છે, તો સતત વરસાદના કારણે ડીસા પંથકમાં ચો તરફ ઠંડક પ્રસરી જતા શહેરીજનો પણ ગરમી અને ઉકળાટથી રાહત અનુભવી રહ્યા છે. અને હજુ પણ વરસાદ ચાલુ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...