ડીસા નગરપાલિકા બિલ્ડીંગમાં સીડીના ભાગેથી છતના પોપડા તૂટીને નીચે પડ્યા. જોકે રવિવારે રજાનો દિવસ હોવાથી કોઈ અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી.
ડીસા નગરપાલિકાના મુખ્ય વહીવટી કાર્યાલય ઇન્દિરા ગાંધી ભવનનું બિલ્ડીંગ વર્ષો અગાઉ બનેલું છે જે હવે ધીરે ધીરે જર્જરીત થઈ રહ્યું છે. આ બિલ્ડિંગમાં આઠેક વર્ષ અગાઉ સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે બિલ્ડીંગ જૂનું હોવાથી પાલિકામાં ઉપર જવાના રસ્તે સીડીના ભાગેથી પોપડા ઉખડી નીચે પડ્યા હતા. આ જગ્યા પર સામાન્ય દિવસે લોકોની અવરજવર રહેતી હોય છે. તેમજ બાજુમાં ચાની હોટલ આવેલી હોવાથી ચા પીવા પણ લોકો બેઠા હોય છે.
જોકે આજે રવિવારનો દિવસ હોવાથી પાલિકામાં રજા હોવાથી લોકોની અવરજવર નહોતી. તે જ સમયે પ્લાસ્ટરના પોપડા પડતા મોટી દુર્ઘટના ટળી જવા પામી છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગનું નવેસરથી રીનોવેશન થાય તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.