સ્મશાનમાં લોકોનો ધસારો:ડીસામાં કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં પવિત્ર સાધના સાથે સુખ, શાંતિ અને લોકકલ્યાણ માટે હવન-પૂજા થયા

ડીસાએક મહિનો પહેલા

કાળી ચૌદશ તો ઠીક પરંતુ સામાન્ય દિવસે પણ રાત્રીના સમયે સ્મશાન ખાલી ખમ હોય છે અને ત્યાં જતા ભલભલા વ્યક્તિઓ પગ માંડતા પણ ડરતા હોય છે. ત્યારે કાળી ચૌદસની રાત્રીએ સ્મશાનમાં તાંત્રિક વિધિઓ થતી હોવાનું લોકો માનતા હોય છે. પરંતુ તેની સાચી હકીકત શું છે તે જુઓ આ અહેવાલમાં. . .

સ્મશાનગૃહમાં સુખ શાંતિ અને લોકકલ્યાણ માટે પૂજા કરવામાં આવે છે
બનાસકાંઠાના ડીસામાં આવેલું સ્મશાનગૃહ આમ તો રોજ રાત્રીના સમયે ખાલીખમ હોય છે. પરંતુ કાળી ચૌદશની કાલ રાત્રીએ અહીં ચહલ-પહલ વધી જાય છે. રાત્રે 12 વગતાજ ભૂવાઓ અને તાંત્રિકોની પૂજા અર્ચના શરૂ થઈ જાય છે. લોકોની માન્યતા મુજબ વશીકરણ, દુશ્મનો પર વિજય મેળવવા કે ધાર્યું કામ પાર પાડવા માટે લોકો જુદી જુદી વિધિઓ કરાવતા હોય છે અને તેનો લાભ ઉઠાવી અંધશ્રદ્ધાળુ લોકો પાસેથી આવા પાખંડી બાજ લોકો પૈસા ખંખેરી લેતા હોય છે. પરંતુ ડીસાના સ્મશાનગૃહમાં માત્ર સુખ શાંતિ અને લોકકલ્યાણ માટે પૂજા કરવામાં આવે છે. અહીં મસાણીયા વીરનું મંદિર આવેલું છે અને શ્રધ્ધાળુ અને પૂજારીઓ અહીં કાળી ચૌદશની રાત્રે મદિરા સહિતની સામગ્રીઓ અર્પણ કરી પ્રાર્થના કરે છે.

કોરોના મહામારી જેવી સમસ્યા ફરી ન આવે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી
એટલુંજ નહીં લોકોના ઘરમાં સુખ શાંતિ રહે તે માટે હવન કરે છે અને પવિત્ર સાધના કરી મનની શાંતિ મેળવવા માટે લોકો કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં આવતા હોવાનું સાધક અનિલભાઈએ જણાવ્યું હતું. અહીં હવન કરાવનાર ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે, અહીં આવનારા લોકો પણ ઘરમાં સુખ શાંતિ રહે તે માટે હવનમાં આહુતિ આપી મનની શાંતિ મેળવતા હોય છે. ભૂત પ્રેતની નહીં પરંતુ પવિત્ર સાધના થકી આવનારું આખું વર્ષ ધંધા રોજગારમાં પણ ફાયદો થાય છે. કોરોના મહામારી જેવી સમસ્યા પણ ફરી ન આવે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. કાળી ચૌદશને લઇ લોકોમાં અનેક ગેરમાન્યતાઓ હોય છે. પરંતુ બનાસકાંઠાના ડીસામાં આવેલા સ્મશાનગૃહમાં આવતા સાધકો અને શ્રદ્ધાળુઓ માત્રને માત્ર પવિત્ર સાધના થકી મન અને પરિવારની શાંતિ મેળવી રહ્યાં છે. ત્યારે લોકોએ પણ આ બાબતે તેમના મનમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરી વાસ્તવિકતાને સમજવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...